"ઋતુઓનો કોઇ કોપીરાઇટ નથી,
ને ભગવાન ના નામનો સ્ટેમ્પ નથી,
ઝરણાનો કોઇ રંગ નથી,
ને પર્વતની કોઇ જાત નથી,
વૃક્ષની કોઇ જ્ઞાતિ નથી,
ને પવનનો કોઇ ધર્મ નથી,
પક્ષીઓ ની કોઇ મિલ્કત નથી,
ને પ્રાણીઓના વારસદાર નથી,
દરિયામાં ભેદભાવ નથી,
ને નદીમાં લુચ્ચાઇ નથી,
ફક્ત અને ફક્ત
માણસમાં છે ....
No comments:
Post a Comment